વાંકાનેર : કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરીને દુકાનો ખુલ્લી રાખી વેપાર કરતા પાંચ લોકો સામે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વેપારીઓમાં જીનપરા જકાતનાકાના વેપારી રણછોડભાઈ હિંદુભાઈ ફાંગલિયા, પુલ દરવાજા ચોકના હિરેનભાઈ કિશોરભાઈ ખખ્ખર, નવાપરાના આમદભાઈ અલ્લારખાભાઈ મકવાણા, રાજકોટ રોડના આશિક રજાકભાઈ સેવીગીપી અને પંચાસર બાયપાસ રોડના શૈલેષભાઇ ખરગિયાનો સમાવેશ થાય છે.