મોરબી : ભારતીય સંસ્કૃતિમાં ગાયને સૌથી પવિત્ર માનવામાં આવે છે. ગાયમાં 40 કરોડ દેવતાનો વાસ હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. માટે જ ભૂતકાળમાં ગાયો માટે અનેક લોકોએ પોતાના પ્રાણોની આહુતિઓ પણ આપેલી છે. ગૌ માતા પ્રત્યે આ આદરભાવ હજુ પણ જીવંત હોવાનું દ્રષ્ટાંત જુના ઘાટીલા ગામે જોવા મળ્યું હતું. જુનાઘાટીલા ગામે રહેતા ભીખાલાલ મગનભાઈ જાકાસણીયાની ગાયનું અવસાન થતાં તેઓએ રામજી મંદિથી શિવ શક્તિ ફાર્મ સુધી અંતિમ યાત્રા યોજી હતી. બાદમાં આ ગાયને વિધિ અનુસાર સમાધિ પણ આપવામાં આવી હતી. આ વેળાએ પ્રભુદાસજી મહારાજ પણ પધાર્યા હતા. આમ ગાયને ભીના હૈયે આદરભાવથી જાકાસણીયા પરિવાર દ્વારા અંતિમ વિદાય આપવામાં આવી હતી.