પીજીવીસીએલની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી : વીજપોલની ક્ષતિથી જાનહાનીની ભીતિ મોરબી : મોરબીના શનાળા રોડ ઉપરના વિસ્તારમા આજે એક વીજપોલમાં ક્ષતિના કારણે વીજ પ્રવાહ વહી રહ્યો હોય ગાય વિજપોલને અડી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પીજીવીસીએલની પ્રિ મોન્સૂનની કામગીરી ખુલ્લી પડી છે. મોરબીમાં શનાળા રોડ પાછળ પૃથ્વીરાજ પ્લોટ-1માં માસૂમ હોસ્પિટલ પાસે અમર ચોકમાં પીજીવીસીએલની બેદરકારીના કારણે એક વીજપોલમા વીજપ્રવાહ વહી રહ્યો હતો. તે સમયે એક ગાય આ વિજપોલને અડી જતા તેનું ઘટના સ્થળે જ શૉક લાગવાના કારણે મોત નીપજ્યું હતું. જો કે આ ઘટના બાદ એક બાળક પણ ભૂલથી આ વીજપોલને અડવાની તૈયારીમાં હતો. પરંતુ સદનસીબે તેનો બચાવ થયો હતો. વખતો વખત પીજીવીસીએલ દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના બણગા ફૂંકવામાં આવે છે. પરંતુ સમય આવ્યે બધી પોલ ખુલે છે. અને પ્રજાને પરેશાની ભોગવવી પડતી હોય છે. ગત રાત્રે પડેલા સામાન્ય વરસાદમાં પણ અનેક જગ્યાએ લાઈટ ગુલ થઈ હતી. ત્યારે વીજ તંત્ર યોગ્ય રીતે આ મામલે કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne