લીંબાળા ધારથી વાંકાનેર તરફ આવતા માર્ગ ઉપરનો બનાવ વાંકાનેર : વાંકાનેરથી લીંબળા ધાર માર્ગ ઉપર બેકાબુ ઇકો ગાડીના ચાલકે બુલેટ ઉપર જઈ રહેલા દંપતીને પાછળથી ઠોકર મારતા દંપતિ ઇજાગ્રસ્ત બન્યું હતું. અકસ્માત અંગે વાંકાનેર સિટી પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના કોઠી ગામે રહેતા ફારૂકભાઈ ઉસ્માનગનીભાઈ બાદી તથા તેમના પત્ની યાસ્મીનબેન પોતાના બુલેટ મોટર સાયકલ ઉપર વાંકાનેર તરફ આવી રહ્યા હતા ત્યારે લીંબળા ધાર નજીક ઇકો કાર નં. GJ- 36 -L- 8932ના ચાલકે પુરઝડપે પોતાની ગાડી ચલાવી બુલેટ મોટર સાઈકલને પાછળથી ઠોકર મારતા ફારૂકભાઈ અને યાસમીનબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે યાસમીનબેન બાદીએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો કારના નંબરને આધારે ચાલકને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..