મોરબી : મોરબીના જીકીયારી ગામે ઘડિયા લગ્ન કરીને નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડયા છે. બન્ને પક્ષોએ પોતાની વૈચારિક જાગૃતતાથી પોતાના સંતાનોના ઘડિયા લગ્ન લઈને સમાજને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબી પંથકમાં ઘડિયા લગ્નનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. સમય અને નાણાંનો વ્યય ન થાય તે માટે લોકો ઘડિયા લગ્ન લઈ રહ્યા છે. આજે જીકીયારી ગામે પણ ઘડિયા લગ્ન લેવાયા હતા. જેમા ભાવનાબેન તથા પ્રાણજીવનભાઈ ભવાનભાઇ ભાટિયાના સુપુત્ર રૂપેનના કંચનબેન તથા કાંતિલાલભાઈ બાબુભાઇ વિડજાની સુપુત્રી દક્ષાબેન સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.