પતિનું મોત, પત્નીને ઇજા : કારચાલક સામે ગુનો નોંધાયો હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામ નજીક કારચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી ખંડિત થયું છે. આ અકસ્માતમાં પતિનું મોત થયું છે. અને પત્નીને ઇજા પહોંચી છે. તેમજ હળવદ પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ગુનો નોંધાયો છે. ગત તા. 28ના રોજ રાતના 9 વાગ્યા આસપાસ ઘનશ્યામપુર ભલગામડા રોડ ઘનશ્યામપુરથી આશરે બે કિલોમીટર દુર ભલગામડા તરફ આરોપી વાહન સ્વીફટ ગાડી નંબર GJ-01-HL- 8013ના ચાલકે કારને બેદરકારીપૂર્વક ચલાવી રોંગ સાઇડમા આવી મોસા નં GJ-13-N-7613 સાથે ભટકાડી હડફેટે લીધું હતું. આથી, ગણપતભાઇ (ઉ.વ. 30) છનાભાઇ રાઠોડને માથામા તથા પગમા ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. તથા તેમના પત્ની મનીષાબેન (ઉ.વ. 26)ને જમણા પગમા કેડના ભાગે, ઢીચણથી નીચે તથા પેન્ડીના ભાગે ફેકચર કરી તથા ડાબા પગે હાથે મુઢ ઇજા પહોંચી હતી. હાલમાં પોલીસે ફરિયાદ નોંધી કારચાલકને પકડવા શોધખોળ આદરી છે.