શેરીમાં પડેલા લાકડા દૂર હટાવવા જેવી નજીવી બાબતે મારામારી મોરબી : મોરબીના ઉમિયાનગરમા શક્તિ ચેમ્બર પાછળ શેરીમાં પડેલા લાકડા દૂર હટાવવા જેવી નજીવી બાબતે દંપતીએ અન્ય દંપતીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉમિયાનગર શક્તિ ચેમ્બર પાછળ રહેતા રવીનાબેન લલિતભાઈ રાઠોડ નામના મહિલાએ શેરીમાં પડેલા લાકડા હટાવવાનું કહેતા મહિલા આરોપી અનિતાબેન જેસિંગભાઈ સોલંકી અને તેમના પતિ જેસિંગભાઈ ભીમભાઈ સોલંકીએ ઝઘડો કરી ગાળો આપી પથ્થર મારી રવીનાબેનના પતિને પણ માર મારતા રવીનાબેને દંપતિ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.