જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી પણ ઘુંટુ પોલીટેકનીક બિલ્ડિંગમાં મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તૈયારી પૂર્ણ થી ચુકી છે. તા.28ના મતદાન બાદ 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં મોરબી પાલિકાની મતગણતરી માટે વીસી હાઈસ્કૂલ અને ઘુંટુ પોલીટેકનીક ખાતે બે સ્થળે કરવામાં આવશે. જયારે જિલ્લા તાલુકા પંચાયતની મતગણતરી પણ ઘુંટુ પોલીટેકનીક ખાતે યોજવામાં આવનાર હોવાનું જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.