નાની વાવડી, કબીર વાડી અને ખોડીયાર સોસાયટી સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, નાલા નિર્માણ અને નવી સ્ટ્રીટ લાઈટોની સુવિધા ઉપલબ્ધ કરાવાઈમોરબી: મોરબીના વોર્ડ નંબર 1 ના રહીશોની સુવિધામાં વધારો કરવા માટે સ્થાનિક કોર્પોરેટર રમાબેન પરેશભાઈ રૂપાલા દ્વારા પાયાના નૂતન વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. ચૂંટાયા બાદ તરત જ સ્થાનિક રહીશોની વર્ષો જૂની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે વોર્ડના વિવિધ વિસ્તારોમાં રાત-દિવસ કામગીરી કરીને લોકઉપયોગી કાર્યોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.આ વિકાસકાર્યો અંતર્ગત વોર્ડના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી પડતર રહેલી ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, કબીર વાડી વિસ્તાર પાસે અધૂરા નાલાનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેથી હવે આ માર્ગ પર વાહનવ્યવહાર અત્યંત સુગમ બનશે. તેમજ રાત્રિના સમયે નાગરિકોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી સમગ્ર વિસ્તારમાં નવી અને આધુનિક સ્ટ્રીટ લાઈટો ફિટ કરીને વિસ્તારને પ્રકાશિત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત, વોર્ડ નંબર 1 માં સમાવિષ્ટ નાની વાવડી ગામ વિસ્તાર, દશામા વિસ્તાર, ખોડીયાર સોસાયટી, શ્રી હરિ પાર્ક, મીરા પાર્ક, નાની વાવડીની ભક્તિનગર સોસાયટી, શિવગંગા સોસાયટી અને બજરંગ સોસાયટી સહિતના વિસ્તારોમાં કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #WardNumber1 #DevelopmentWorks #MorbiNagarpalika #PublicFacilities