થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો, સદનસીબે જાનહાની ટળી મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આજે બપોરના સમયે કન્ટેનર ટ્રક વિજપોલ સાથે ધડાકાભેર અથડાયો હતો. જેથી વીજપોલ અને કન્ટેનરને ખાસ્સું નુકશાન થયું હતું. તેમજ થોડીવાર માટે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ નથી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર જીઆઇડીસી નજીક આજે બપોરના સનય માલ સમાન ભરેલો કન્ટેનર ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઈ કારણોસર કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર ટ્રક રફાળેશ્વર જીઆઇડીસી નજીક રોડ પરના ડિવાઈડર ઉપર ચડીને વીજ થાંભલા સાથે અથડાતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કન્ટેનરના આગળનો ભાગનો બુકડો બોલી ગયો હતો અને અકસ્માત વિજપોલ પણ તૂટી ગયો હતો અને વિજતાર પણ નીચે આવી ગયા હતા. સાથેસાથે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.પણ સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ ન હતી. જ્યારે થોડીવારમાં જ વીજતારને પણ યોગ્ય કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલ મળે છે.