ઝૂલતા પુલ દુર્ઘટનાનો ભોગ બનનારને એક - એક કરોડ સહાય આપવા માંગ : સરકાર જયસુખ પટેલને બચાવવા હવાતિયાં મારી રહી હોવાનો ગંભીર આરોપ મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટના અણીયારા સવાલો બાદ હવે કોંગ્રેસે આ મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો છે આજે કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ હાઇકોર્ટની ગઈકાલની સુનાવણીના આધાર ઉપર પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ જે જે મુદા ઉપર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા એ જ મુદા નામદાર કોર્ટે પણ ઉઠાવ્યા છે, ત્યારે હાઇકોર્ટના આદેશ છતાં લોકલ નગરપાલિકાના સત્તાધીશો કોર્ટમાં હાજર રહેતા નથી તે દર્શાવે છે કે પાલિકાને ભાજપ સરકારના આશીર્વાદ છે, વધુમાં તેમને દુર્ઘટનામાં હોમાયેલ મૃતકોને 1 - 1 કરોડની સહાય આપવા અને જેમને કુટુંબનો આધારસ્તંભ ગુમાવ્યો હોય તેવા પરિવારને નોકરી આપવા માંગ કરી અજંતા ઓરેવાના જયસુખ પટેલને બચાવવા ગુજરાત સરકાર હવાતિયાં મારી રહી હોવાનું જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જ નામદાર હાઇકોર્ટમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના સુઓમોટો કેસની સુનાવણી ચાલી રહી હોય હવે આ મુદ્દે કોંગ્રેસે ગુજરાત સરકારને ભીંસમાં લેવા ખુલીને સવાલો ઉઠાવ્યા છે. આજે કોંગ્રેસના પ્રવક્તાએ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાથી માત્ર મોરબી કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતાનું દિલ દહેલાવી નાખ્યું છે. પણ અફસોસ કે ગુજરાત સરકાર આ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપીને બચાવવા પ્રયાસો કરી રહી છે. આ સંજોગોમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મુદ્દે કોંગ્રેસની માંગ મુજબ જે સુઓમોટો રીટ દાખલ કરી છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં ગઈકાલે નામદાર હાઇકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સુનાવણી બાદ આ ઓર્ડરની કોપી સાથે કોંગ્રેસ પ્રવક્તાએ પત્રકારોને કહ્યું હતું કે, નામદાર કોર્ટે કરેલી ટિપ્પણી ગુજરાત સરકાર માટે શરમજનક છે, પોતાને સંવેદનશીલ સરકાર ગણાવતી ગુજરાત સરકાર 135 લોકોના મોતની આ ઘટનામાં અસંવેદનશીલ બની છે, હાઇકોર્ટનો આદેશ છતાં સરકારની જ પાલિકાના જવાબદાર લોકો કોર્ટ સમક્ષ હાજર ન થાય તે બેજવાબદાર સરકારની છાપ દર્શાવે છે. આ ઉપરાંત કોંગ્રેસ પ્રવક્તા શર્માએ ઓરેવા કંપનીના જયસુખ પટેલ ઉપર નિશાન તાકી જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં જવાબદાર તપાસનીશ અધિકારીઓએ પણ કબુલ્યું છે કે તેઓ ઓરેવા કંપનીને નોટિસ પણ પાઠવી નથી કે સમન્સ પણ આપ્યું નથી આ સંજોગોમાં ભાજપ સરકાર કોને બચાવી રહી છે તેનો ખુલાસો સ્ક્રે તેમ જણાવી ભાજપરાજ માં બે સી એટલે કે કરપશન અને કમિશન મોડેલ ચાલતું હોવાનું જણાવી હાઇકોર્ટે પણ કોંગ્રેસની ટિપ્પણી મુજબ જ સવાલ ઉઠાવ્યા હોવાનું કહ્યું હતું. વધુમાં આ ગોરખધંધા વર્ષ 2007થી એટલે કે ગુજરાતમાં મુખ્યમંત્રી મોદી હતા ત્યારથી ચાલતા હોવાનું જણાવી અને હાથ મરડી ઓરેવા અજંતાને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવાનું જણાવી જે કોન્ટ્રાકટ થયા એમાં પણ સરકારી વકીલને બદલે કંપનીના વકીલ રાખી સરકાર મારી, કંપની મારી,બધું જ મારુ જેવી નીતિ અપનાવી બદલામાં લોકોને મોટ આપ્યા હોવાનું કહી જયસુખ પટેલ અને પરસોતમ રૂપાલાના પારિવારિક સંબંધો અંગે સવાલ ઉઠાવ્યા હતા. નોંધનીય છે કે, કોંગ્રેસ પ્રવક્તા દ્વારા આ દુઃખદ ઘટનામાં બે-પાંચ લાખની મગફળી રેવડી જેવી મામૂલી સહાયને બદલે દરેક મૃતકોના પરિવારજનોને એક-એક કરોડની સહાય આપવા જેમાં બેદરકારી દાખવનાર ઓરેવા કંપની 50 લાખ અને 50 લાખ ગુજરાત સરકાર ચૂકવે તેમ જણાવી ગુજરાતનું હ્યુમન રાઈટ કમિશન પણ સરકારના ઈશારે કામ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તાએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામની યાદી સરકાર છુપાવી રહી હોવાનું ઉમેરી જણાવ્યું હતું કે સમગ્ર મામલા ઉપર લીપાપોતી કરવા જ એસઆઈટી એટલે કે સીટની રચના કરવામાં આવી છે ત્યારે આ સીટની રચના કોને કરી તેની સામે સવાલો ઉઠાવી જો ભાજપ સરકારમાં જરાપણ શરમ હોય તો મોરબી પાલિકાને સુપર સીડ કરી ન્યાયિક તપાસ નિષ્પક્ષ પણે થાય તે માટે હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયધીશ મારફતે કરવામાં આવે તેવી અંતમાં માંગ ઉઠાવી હતી. https://youtu.be/b7w_pXvR4cE