મોરબી-દાહોદ રૂટની બસમાં મુસાફરને હળવદ જવું હોવા છતાં ધ્રાંગધ્રાની ટિકિટ આપતા લાઈન ચેકીંગ ટીમે કરી કાર્યવાહી મોરબી : મોરબીથી દાહોદ જતી એસટી બસમાં બેઠેલા મુસાફરને હળવદ ઉતરવું હોવા છતાં કંડકટરે ધ્રાંગધ્રાની ટિકિટ પકડાવી કટકી કરવા કરેલો કીમિયો એસટીની લાઈન ચેકીંગ ટીમે હળવદ બસસ્ટેન્ડમાં ઝડપી લઈ કંડકટર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મોરબીથી સવારે સવા છ વાગ્યે ઉપડતી ડાકોર ડેપોની મોરબી-દાહોદ રૂટની બસમાં આજે લાઈન ચેકીંગ ટિમ દ્વારા ગેરરીતિનો કિસ્સો ઝડપી લેવામાં આવ્યો હતો અને આ કાર્યવાહીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મોરબીથી હળવદનું ભાડું વસૂલી કંડકટર દ્વારા ધ્રાંગધ્રાની ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ મુસાફર હળવદ બસસ્ટેન્ડમાં ઉતરી ચાલતી પકડતા એલસી ટીમે તેમને અટકાવી તમે કેમ ઉતર્યા? તેવો સવાલ કરતા મુસાફરે પોતાને હળવદ જ ઉતરવું હોવાનું જણાવતા કંડકટરની પોલ ખુલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, મોરબીથી ધ્રાંગધ્રાની ટિકિટ મુસાફરને આપી બાદમાં આ ટિકિટ પરત મેળવી હળવદથી ચડતા મુસાફરને આપવામાં આવે તો બન્ને ભાડા વચ્ચેનો ડિફરન્સ કંડકટરને મળતો હોય આવી ચાલાકી કરવામાં આવતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારમાં જ કંડકટર લાઈન ચેકીંગ ટીમની ઝપટે ચડતા એસટી કર્મચારીઓમાં ચકચાર જાગી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..