મોરબીના ધોળેશ્વર સ્મશાનમાં ડાધુઓ ઉપર લટકતું મોત પાલિકાએ સ્મશાન ગૃહની મરામતની વાતો માત્ર કાગળ ઉપર રાખતા બાંધકામ પડું-પડું હાલતમાં મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલું શહેરનું સૌથી જૂનું ધોળેશ્વર સ્મશાનગૃહ ભારે જર્જરિત થઈ ગયું છે. સ્મશાન ગૃહનું બાંધકામ પડું-પડુંની હાલતમાં હોવાથી સ્વજનની અંતિમવિધિ માટે આવતા ડાધુઓના જીવ ઉપર જોખમ ઉભું થયું છે. આથી પાલિકા તંત્ર વહેલાસર આ ગંભીર મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલું ધોળેશ્વર સ્મશાન ગૃહ છેલ્લા ઘણા સમયથી ભયજનક હાલતમાં છે. વર્ષો જૂનું આ સ્મશાન ગૃહ પાલિકાની હસ્તકમાં છે. પરંતુ કાળ ક્રમે આ સ્મશાનગૃહનું મકાન ભારે ખંડિત થઈ ગયું છે અને ગમે ત્યારે પડી જાય તેવી હાલતમાં છે. હાલ આ સ્મશાનમાં દરરોજ એકાદ બે મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવે છે. પણ સ્મશાનનું બાંધકામ એટલી હદે જર્જરીત થઈ ગયું છે કે, તેનો કાટમાળ ગમેં ત્યારે પડે તેવી ભીતિ હોવાથી અંતિમવિધિ માટે આવતા લોકોના જીવ ઉપર જોખમ ઉભું થયું છે. જો કે નગરપાલિકા દ્વારા અગાઉ પણ બજેટમાં આ સ્મશાનને રીનોવેટ કરવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી.પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.બીજી તરફ સ્મશાનની હાલત વધુ ગંભીર થતી હોય પાલિકા તંત્ર આ સ્મશાનને ડેવલપ કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..