મોરબી : મોરબીના નીચી માંડલ ગામે નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવે નવ દિવસ સુધી રાસ ગરબાની રમઝટ સાથે માતાજીની ભક્તિ કરવામાં આવી હતી તુરે આજે દશેરા નિમિતે નવરાત્રીની પૂર્ણાહુતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં દૂધની ધારા તથા ગામને સૂતરના તાંતણે બાંધવામાં આવ્યું હતું અને ગામના પંચ માતાજીના ભુવા દ્વારા યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી વિધિપૂર્વક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ તકે મૂળ નીચી માંડલ ગામના વતની એવા સાંસદ મોહનભાઇ કુંડારિયા, સરપંચ સહિતના લોકોએ હાજર રહીને આ કાર્યક્રમોનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો.