ટંકારા : ટંકારાનાં હિરાપર ગામે સ્વ.નિરાલીબેન વિશાલભાઈ સવસાણીનું તારીખ 9-4-2025નાં રોજ દુઃખદ અવસાન થતા તેઓની સ્મરણાંજલિ રૂપે તેમના પરિવારજનો વિશાલભાઈ દિનેશભાઈ સવસાણી દ્વારા હિરાપર ગામની પ્રાથમિક શાળામાં આર. ઓ. અને કુલરનું દાન આપી સમાજ માટે પ્રેરણારૂપ ઉમદા કાર્ય કર્યું છે. આ તકે SMC અને શાળા પરિવાર દ્વારા સવસાણી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.