મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સામાજિક સમરસતા સંયોજક દેવજીભાઈ રાવત ઉપસ્થિત રહેશેમોરબી : વિશ્વ હિન્દુ પરિષદ - સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહીની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ - 2025નો સમાપન સમારોહનું તા. 31-5-2025 ને શનિવારના રોજ સાંજે 5:30 કલાકે ઓમ શાંતિ વિદ્યા સંકુલ, ઉમા રિસોર્ટની સામે, કંડલા બાયપાસ રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહનું આયોજન ઓમ શાંતિ વિદ્યાલય ગુજરાતીના ટ્રસ્ટી ઠાકરશીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સામાજિક સમરસતા સંયોજક દેવજીભાઈ રાવત અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સ્પોર્ટ્સ ક્વોટાના ભૂમિકાબેન ભૂત ઉપસ્થિત રહેશે.મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત - દુર્ગાવાહીની આયામ છેલ્લા 31 વર્ષથી અવિરત ચાલી રહી છે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્યને લઈને લાખો કાર્યકર્તા સમાજના વિવિધ ક્ષેત્રોમાં સમાજ પરિવર્તનના કર્ય થકી માતૃભૂમિની સેવા કરી રહ્યા છે. કાર્યકર્તાના પ્રશિક્ષણ હેતુ દર વર્ષે યોજાતો દુર્ગાવાહીની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ આ વર્ષે મોરબીમાં યોજાયો હતો. તે હવે સંપન્ન થવા જઈ રહ્યો છે. તો આ વર્ગના સમાપન કાર્યક્રમમાં પધારવા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત - મંત્રી દેવજીભાઈ રાવત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પૂર્ણ થયા બાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરિયા મો. નં. 9924888788 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.