1 ઓક્ટોબરે મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થયો હતો, હજુ મચ્છુ-2 ડેમના બે દરવાજા અડધો ફૂટ ખુલ્લા મોરબી : મોરબીમાં ચોમાસાની સીઝનના અંતિમ ચરણમાં મેઘરાજાની કૃપાથી મોરબી શહેરની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમ છલોછલ ભરાઈ ગયો છે અને સાત દિવસ પહેલા આ મહાકાય ડેમ ઓવરફ્લો થયો હતો.ત્યારે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી સાત દિવસમાં આશરે 1 હજાર એમસીએફટી જેટલું પાણી દરિયામાં વહાવી દેવાયું છે. આ રીતે મોરબી શહેરને સાડા પાંચ મહિના ચાલે તેટલું પાણી છોડી દેવાયું છે.જ્યારે હજુ મચ્છુ-2 ડેમના બે દરવાજા અડધો ફૂટ ખુલ્લા છે મોરબીમાં ભાદરવો ભરપૂર રહ્યો હતો.જેમાં ચોમાસાની સિઝનના ત્રણ ત્રણ માસ સુધી કરકસર કર્યા બાદ ભાદરવા માસમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. મોરબી અને ઉપરવાસમાં સતત વરસાદને પગલે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમ ભરાઈ જતા ગત તા.1 ઓક્ટોબરે ઓવરફ્લો થયો હતો અને આ ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. બે દિવસ સુધી આ ડેમમાંથી 6400 ક્યુસેક આવક અને એટલી જ જાવક રહી હતી.પણ હવે વરસાદ ન હોય પાણીની આવક ઘટતાં ડેમના દરવાજા ઘટાડી દેવામાં આવ્યા હતા અને હાલની સ્થિતિએ મચ્છુ-2 ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખુલ્લા છે અને પાણીની આવક અને એટલી જ જાવક છે.જ્યારે મચ્છુ-2 ડેમમાંથી આશરે 1 હજાર એમસીએફટી જેટલું પાણી છોડી દેવામાં આવ્યું છે. આમ શહેરને સાડા પાંચ મહિના ચાલે તેટલું આ પાણી ડેમમાંથી છોડીને દરિયામાં વહાવી દેવાયું છે. હજુ ડેમમાં 646 ક્યુસેક આવક અને એટલી જ જાવક છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..