ટંકારા : ટંકારાના આર્ય વિદ્યાલયમના ધોરણ 6 થી 8ના છાત્રોએ શૈક્ષણિક હેતુને સિદ્ધ કરવા પોસ્ટ ઓફીસ અને જૈન દેરાસરની મુલાકાત લીધી હતી. પોસ્ટ ઓફિસમા થતા વિવિધ કાર્યોથી તેઓ પરિચિત થયા હતા. તેમજ બાળકોએ ત્યાંના પોસ્ટમાસ્તરને અલગ અલગ પ્રશ્નો પુછયા હતા. જેના પોસ્ટ માસ્તરે વિગતપૂર્વક જવાબો આપ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ટંકારા જૈન દેરાસરની પણ મુલાકાત લીધી હતી.ત્યાં જૈન ધર્મ તથા મહાવીર સ્વામી અને તેના જીવન પ્રસંગોને જીવંત દુનિયાને વિદ્યાર્થીઓએ જાણી હતી.