મોરબી સમાજ સુરક્ષા ટીમે વધુ એક બાળલગ્ન અટકાવ્યા મોરબી : મોરબીની સમાજ સુરક્ષા ટીમે વધુ એક બાળલગ્ન અટકાવ્યા હતા.જેમાં મોરબીના બેલા ગામે 16 વર્ષની દીકરીના લગ્ન થવાના હોવાની માહિતી મળતા સમાજ સુરક્ષા વિભાગે ત્યાં દોડી જઈને આ 16 વર્ષની દીકરીના લગ્ન અટકાવી દીધા હતા. મોરબીનાં બેલા ગામે આગામી તા.13 મેના રોજ બાળલગ્ન થવાના હોવાની માહિતીનાં આધારે મોરબીનાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તથા સમાજ સુરક્ષાની ટીમ, અને મોરબી તાલુકા પોલીસની ટીમ બેલા ગામે દોડી ગઈ હતી અને તપાસ કરતા જેના લગ્ન થવાના હતા તે દીકરીની વય કાનૂની મર્યાદા કરતા ઓછી હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અનીલાબેન એફ.પીપળીયા, પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ,રંજનબેન મકવાણા, સહીતની ટીમે મોરબી તાલુકા પોલીસને સાથે રાખી દીકરીના ઘરે તપાસ કરતા તેની ઉમર ૧૬ વર્ષ અને ૯ મહિના થતી હોવાનું ખુલ્યું હતું. જેથી આ બાળલગ્ન અટકાવ્યા હતા અને દીકરીનાં માતા પિતા ને કાયદાની સમજ આપવામાં આવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news