બાળકને સાથે રાખી ચાઈલ્ડ લાઈન ટીમે ગામડા ખૂંદી પરિવારજનોને શોધ્યા મોરબી : ગત રાત્રે ચરડવા ગામે રાજલ પેટ્રોલ પંપ પાસેથી મળી આવેલા કરણ નામના બાળકનું આજે ચાઈલ્ડલાઇન ટીમે ભારે જહેમત ઉઠાવી ગામડાઓ ખૂંદી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ચરાડવાના રાજલ પેટ્રોલપંપ નજીક બાળક મળી આવતા સામાજિક કાર્યકર ઝરણાબેન જોશી એ ચાઇલ્ડ લાઇન 1098 પર તેની માહિતી આપી હતી જેને પગલે ચાઇલ્ડ લાઇન 1098 ટીમનાં કો-ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા તેમજ વોલેન્ટર મનીષ પરમાર સાથે મળીને તે બાળકને રાત્રે ચાઈલ્ડ લાઇન ઓફિસ ખાતે લઇ આવેલ હતા. ત્યારબાદ સવારે બાળકનું મેડિકલ ચેકઅપ કરીને તેના વાલીની શોધ ખોળ શરૂ કરી હતી. આ બાળકનું નામ કરણ હોવાનું તેને જણાવ્યા બાદ માતાપિતા અંગે આપેલી જાણકારી મુજબ ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળી તપાસ કરતા બાળકનાં મામાં વઘાસિયા ગામની બાજુનાં ખેતર પાસે મળી આવેલ હતા. ત્યારબાદ બાળકનાં માતા પિતાનો સંપર્ક કરીને બાળકને CWC સમક્ષ હાજર કરી દસ્તાવેજ ચકાસણી કરીને બાળકને તેના વાલીને સોંપી આપવામાં આવેલ હતું. આ સુંદર કામગીરી ચાઇલ્ડ લાઇન ટીમના કો-ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા, ટીમ મેમ્બર કિરણબા વાઘેલા, જૈનમ શાહ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા ચાઈલ્ડ વેલ્ફર્ કમિટીનાં સહયારા સંકલનથી થયેલ હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..