ટંકારા: મોરબી રાજકોટ હાઇવે પર લજાઈ પાસેના ઓવરબ્રિજના સર્વિસ રોડ ન બનાવવાથી અકસ્માતના જોખમને લઈને આસપાસના વિસ્તારના ચિંતાગ્રસ્ત લોકો વતી લજાઈ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા ઓવરબ્રિજ પાસે તાકીદે સર્વિસ રોડ બનાવવાની મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે. શ્રી લજાઈ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરાયેલી રજુઆતમાં જણાવ્યું છે કે, લજાઈ ગામે બે વર્ષ પૂર્વે બનાવાયેલા બે ઓવરબ્રિજ સાથે તેના સર્વિસ રોડ બનાવેલ ન હોવાથી અકસ્માતોનું પ્રમાણ અને જોખમ વધવાની આશંકા સર્જાઈ છે. વિરપર ગામ નજીકના ઓવરબ્રિજ સાથે પણ સર્વિસ રોડ બનાવેલ ન હોય વિરપર ગ્રામપંચાયત દ્વારા પણ આ વિષયે રજુઆત કરવામાં આવી હતી. હાલ મોરબી-રાજકોટ વચ્ચે ચાલતા ફોરટ્રેક કામ સાથે ઉપરોક્ત સર્વિસ રોડનું કામ પણ આવનારા જોખમને ટાળવા કરવું જોઈએ એવી રજુઆતના અંતમાં માંગ કરાઈ છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate