મોરબી : મોરબી પુલ દુર્ઘટનાના અસરગ્રસ્તોની વ્હારે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખડેપગે રહીને તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આજે તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના કેવી રીતે બની તેની જાણકારી મેળવી હતી. દરમિયાન મુખ્યમંત્રીનો કાફલો માર્ગ પરથી પસાર થતો હતો ત્યારે એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ પસાર થતી હતી. આ સમયે મુખ્યમંત્રીએ કાફલો સાઈડમાં કરાવીને એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો હતો. ઉપરાંત માર્ગ પરથી પસાર થતા સમયે કોનવેમાં સાયરન બંધ રખાવીને મલાજો પણ જાળવ્યો હતો.