મોરબીના શનાળા ગામે ૨.૪૭ કરોડના ખર્ચે આસીસ્ટન્ટ ચેરીટી ભવનનું નિર્માણ થશે આસીસ્ટન્ટ ચેરીટી ભવનનું વર્ચ્યુઅલ ભુમિપૂજન કરાયું મોરબી : આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજયના કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના આસીસ્ટન્ટ ચેરીટી ભવનના ભુમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો અને મોરબી જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ ઉપલક્ષી મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને તકતીની અનાવરણ વિધી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં નોંધાયેલા ૩.૫૦ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરીટી તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે. જેનાથી આ નવી બનનારી ચેરીટી કચેરીઓના ભવનોને કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે. આસીસ્ટન્ટ ચેરીટી કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજાએ મોરબી ખાતે ચેરીટી કમિશ્નર કચેરીના બાંધકામ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના શનાળા ગામે ૨.૪૭ કરોડના ખર્ચે નિર્માન થનારા બિલ્ડીગમાં ટ્રસ્ટોને એકજ જગ્યાએ બધી સુવિધાઓ પુરી પડાશે જેના અંતર્ગત ટ્ર્સ્ટોની નોંધણી રેગ્યુલાઝેશન, હિસાબોની ચકાસણી, ટ્રસ્ટના ફેરફારો જેવી કામગીરી થઈ શકશે.