માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન બનતા રજનીભાઈ સંઘાણીને પુત્રએ શુભેચ્છા પાઠવી હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન રજનીભાઈ સંઘાણી અમેરિકાના ન્યૂયોર્ક સિટી માર્કેટમાં આવેલી ટાઈમ્સ સ્ક્વેરની સ્ક્રીન પર ચમક્યા હતા. તેઓને આ બિગ સ્ક્રીન પર શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તાજેતરમાં હળવદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બાદ ચેરમેન પદે રજનીભાઈ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવતા ન્યૂયોર્કમાં એમબીએનો અભ્યાસ કરી રહેલા તેમના પુત્ર પ્રયાગ સંઘાણીએ તેઓને ન્યૂયોર્ક સિટી માર્કેટમાં આવેલી ટાઈમ્સ સ્ક્વેરની મોટી એલઈડી સ્ક્રીન પર શુભેચ્છા પાઠવી હતી. જેમાં રજનીભાઈ સંઘાણીનો ફોટો અને શુભેચ્છા સંદેશ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.