હજુ સુધી યુવતીની ઓળખ અકબંધ, તપાસનો ધમધમાટમોરબી : મોરબીના કેનાલ રોડ ઉપર એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં ફોરેન્સિક પીએમમાં આ યુવતીનું ગળું દબાવવાના કારણે મોત થયું હોવાનું ખુલ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કેનાલ રોડ ઉપર ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં મચ્છુ કેનાલના બ્રિજ નીચેથી મહિલાની લાશ મળી હતી. યુવતીની ઉમર 25થી 30 વર્ષ હતી. લાશને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડાઇ હતી. જેમાં ગળું દબાવવાથી મોત થયાનું ખુલ્યું છે. બીજી તરફ યુવતીની ઓળખ હજુ મળી નથી. જેથી પોલીસે હાલ સઘન તપાસ હાથ ધરી છે.