લખધીરપુર- કાલીકાનગર વચ્ચેનો પુલ બેસી જતા અવર- જવર બંધ મોરબી : મોરબી પંથકમાં આજે ભારે વરસાદને પગલે નદીનાળા છલકાયા હતા.પાણીના ધસમસતા પ્રવાહને કારણે ભારે આફત સર્જાય હતી.જેમાં મોરબીના શનાળા -તળાવીયા ગામે ભારે વરસાદને પગલે કોઝવે ઉપરથી પાણી વહી નિકળા હતા.કોઝવેમાં ધસમસતા પાણીનો પ્રવાહ ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું અને કોઝવે પાસેથી પસાર થતી ઇકો કાર પાણીના ધસમસતા વહેંણમાં તણાય ગઈ હતી.આ ગાડીમાં છ જેટલા લોકો હતા.આથી ગામલોકોએ આ લોકોને બચાવી લીધા હતા.જોકે કોઝવે તૂટી જતા પાણીનો વધુ પ્રવાહને કારણે આ આફત સર્જાઈ હતી.જ્યારે મોરબીના લખધીરપુર- કાલીકાનગર વચ્ચેનો પુલ બેસી ગયો હતો.જેથી અવરજવર બંધ થઈ ગઈ હતી.કાલીકાનગર ગામે જવાનો એક માત્ર પુલ પાનેલી તળાવ ઓવરફલો થવાથી ભારે પાણીમા વચ્ચેનો કોલમ બેસી ગયો હોવાથી જોખમી સ્થિતિ સર્જાઈ હતી.