વીરપર નજીક બાની વાડી પાસે બનેલી ઘટના મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે જેમાં ભારે વરસાદને કારણે આ ખાડાઓ મસમોટા ગાબડામાં ફેરવાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયા રહ્યા છે, આવી જ એક ઘટનામાં ટંકારાના વિરપર નજીક રોડ ઉપર પડેલો મોટો ખાડો તારવવા જતા કાર પલ્ટી મારી ગઈ હતી.રાજકોટ -મોરબી હાઇવે ઉપર ટંકારાથી મોરબી તરફ જતી કાર વિરપરથી થોડે દૂર બાની વાડી પાસે પહોચતા રોડ ઉપર પડેલો મોટો ખાડો તારવવા જતા કર ચાલકે સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવી દેતા રોડ સાઈડમાં ખાનગી શાળાના લખાણ વાળી વંડી સાથે ટક્કર મારી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક ધાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.