પોલ સાથે ટકરાયા બાદ સર્જાયો અકસ્માત : ચાર લોકોનો બચાવ : થોડીવાર માટે રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાયોમોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સાંજના સમયે એક કાર ઓચિંતી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેની તરફ રોડ ઉપર એક કાર જઈ રહી હતી. તે વેળાએ એક પોલ સાથે ટકરાતા કાર પલ્ટી મારી ગઈ હતી. આ કારમાં ચાર જેટલા લોકો સવાર હતા. આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. લોકોએ કાર સીધી કરી અંદરથી ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. આ બનાવને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.