ગાંધીનગરથી કચ્છ જતા હતા ત્યારે હળવદ હાઇ-વે ઉપર સર્જાયો અકસ્માતહળવદ : હળવદ હાઇ-વે ઉપર આવેલ સરા ચોકડી પાસે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાની કારને અકસ્માત નડ્યો હતો. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે.ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા ગાંધીનગરથી કચ્છ જઈ રહ્યા હતા ત્યારે આજે બારેક વાગ્યાની આસપાસ હળવદ હાઇ-વે ઉપર આવેલ સારા ચોકડી પાસે ટ્રક ચાલકે સુરેશભાઈની કારને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા તેમજ તેમના સિક્યુરિટી જવાન અને ડ્રાઇવરને કોઈપણ પ્રકારની ઈજાઓ થઈ ન હતી જોકે કારમાં નુકસાની થઈ હતી.બીજી તરફ આ બનાવને પગલે હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સુરેશભાઈને અન્ય કારમાં કચ્છ તરફ જવા રવાના કર્યા હતા જ્યારે પોલીસ દ્વારા ટ્રકચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.