યુવાનનો પતો ન લાગતા ભાઈએ ગુમશુદા નોંધ કરાવી મોરબી : મોરબીના રવાપર ગામમાં રહેતો યુવાન અમદાવાદ જવાનું કહી ઘરેથી લાપત્તા થયા બાદ યુવાનની કાર અમદાવાદ એસ.જી. હાઇવે પરથી રેઢી મળી આવી છે. પરંતુ યુવકનો પત્તો ન હોવાથી ગુમશુદા યુવાનના ભાઈએ ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રવાપર ગામમાં સાનીધ્ય પાર્ક સોસાયટી, મારૂતી એપાર્ટમેન્ટની સામે રહેતા લલીતભાઇ અરૂણભાઇ ઠોરીયા (ઉ.વ. ૩૬)ના પિતા ગત તા. 4 એપ્રિલના રોજ બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. જેથી, તેનો આઘાત લાગતા પુત્ર લલીતભાઇ ડિપ્રેશનમાં રહેતા હતા. તેઓ ગત તા. 9 મેના સવારના 8થી 9 કલાક દરમિયાન ફોર વ્હીલ ગાડી નં. જી.જે.નં.૩૬.એફ.૧૭૭૫ લઇ ને અમદાવાદ જવાનુ કહીને નીકળી ગયેલ હતા. ત્યારબાદ અમદાવાદ એસ.જી. હાઇવે ઉપર રાજપથની સામે સર્વીસ રોડ પર આ ગાડી મળી આવેલ હતી. પરંતુ લલીતભાઇ મળી આવ્યા નહતા. આથી, હાલમાં પોલીસે તેમના ભાઈએ કરાવેલ ગુમશુદા નોંધ કરી લલીતભાઇની શોધખોળ આદરી છે.