ટંકારા : ટંકારા તાલુકાના કોયલી ગામે માતજીની આઠમ ભરવા જતા શ્રધ્ધાળુની કારમા કોઈ કારણોસર આગ લાગતા અગનગોળો બની હતી. જો કે, સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટથી ટંકારા તાલુકાના ગજડી ગામે અષ્ટમી નિમિતે માતાજીના દર્શન કરવા જઈ રહેલા શ્રધ્ધાળુની કારમાં નાના ખીજડિયા ગામે પાસે કોઈ કારણોસર આગ લાગી હતી અને પળવારમાં કાર અગનગોળો બની જતા નાના એવા ખીજડિયા ગામમાં ચકચાર મચી ગઇ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળે છે.