ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારાથી રાજકોટ તરફના રસ્તે ટંકારા નજીક હાઇવે પર આજે એક સ્વીફ્ટ કાર અકસ્માતે રોડની સાઈડ પર ઉતરી ગઈ હતી. જોકે સદનીસબે આ અકસ્માતમાં કારમાં સવાર વ્યક્તિઓને ગંભીર ઇજા પોહચી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી રાજકોટ હાઇવે પર વારંવાર રોડના અધૂરા કામના કારણે જીવલેણ અકસ્માતો સર્જાઈ છે.