ઢોરને બચાવવાના પ્રયાસમાં કાબુ ગુમાવતા પહેલા અન્ય કાર બાદ ટીસી સાથે ભટકાયાનું તારણ મોરબી : મોરબીના શનાળા ગામ નજીક આજે બપોરના સમયે એક કાર ધડાકાભેર અથડાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં આ ઢોરને બચાવવાના પ્રયાસમાં કાબુ ગુમાવતા આ કાર અન્ય કારને ઠોકર મારીને સીધી ટીસી સાથે ભટકાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં કાર ચાલકને ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબી રાજકોટ રોડ ઉપર શનાળા ગામ નજીક હોન્ડાના શોરૂમ પાસે આજે બપોરે 4-30 ની આસપાસ રાજકોટ તરફથી આવતી એક ક્રેટા ગાડી ટીસી સાથે જોરદાર અથડાઈ હતી અને બાદમાં કાર પલ્ટી મારી ગઈ હતી.જો કે આ કાર ચાલકે ઢોરને બચાવવાના પ્રયાસમાં કાબુ ગમવતા પહેલા ત્યાં રહેલી અન્ય કાર બાદ ટીસી સાથે અથડાઈ હતી આથી વીજ પોલ બેન્ડ વળી ગયો હતો. તેમજ કારને પણ નુકશાન થયું હતું અને કાર ચાલકને ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..