જબલપુર પાટિયા પાસેથી શંકાસ્પદ હાલતમાં પકડાયેલા શખ્સે ચોરીની કબૂલાત આપી: અન્ય 2 આરોપીઓ ફરારટંકારા (મોરબી અપડેટ) : ગત તારીખ 1 અને 2 ઓગસ્ટની રાત્રે ટંકારા તાલુકાના સરાયા ગામે એક રહેણાક મકાનમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ચોર ઇસમોએ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમમાં રહેલા લોખંડના કબાટની તિજોરીમાંથી 1,57,000 રૂપિયાની કિંમતની આશરે 2 તોલા સોનાની માળા અને 15,000 રૂપિયા રોકડા મળીને કુલ 1,72,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે ટંકારા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ટેકનીકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસમાં જોડાયો હતો. આ દરમિયાન રાજકોટ-મોરબી હાઇવે પર આર્ય સ્કૂલ સામે જબલપુરના પાટિયા પાસે આવેલી એક બંધ દુકાન નજીક એક શખ્સ શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે સરાયા ગામે મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.પોલીસે પકડાયેલા આરોપી કરણ મનુ વાછાણી (ઉંમર 20, હાલ રહે. દોલતપરા, જૂનાગઢ, મૂળ રહે. કેશોદ) પાસેથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા 9,300 અને 5,000 રૂપિયાની કિંમતનો 1 મોબાઈલ ફોન કબજે કર્યો છે. આ ગુનામાં સામેલ અને પકડવાના બાકી અન્ય બે આરોપીઓ વિશાલ સોલંકી (રહે. જૂનાગઢ) અને સુનીલ સોઢા (રહે. જૂનાગઢ) ને પકડવા માટે પોલીસે રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #Tankara #TankaraPolice #CrimeNews #Theft #GujaratPolice #MorbiPolice #Saraya