રસ્તે રખડતા ઢોર હવે કચેરી સુધી પહોંચતા અરજદારો પરેશાન મોરબી : મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ અનહદ છે ત્યારે હવે રસ્તાની સાથે કચેરીની અંદર પણ આખલા આંટાફેરા કરી રહ્યા છે.લાલબાગ તાલુકા સેવા સદનમાં રખડતા ઢોર કચેરીમાં અડિંગો જમાવી બેસતા હોય અરજદારો હેરાન થઈ રહ્યા છે. ઉપરાંત અહીં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાથી અરજદારો પરેશાન છે. મોરબીમાં લાલબાગમાં આવેલ તાલુકા સેવા સદનમાં રખડતા ખૂંટિયાઓ તેમજ કુતરાઓના ત્રાસથી કચેરીમાં આવતા અરજદારો પરેશાન છે. આ બાબતે અનેક વખત રજુઆતો કરવામાં આવેલ છે. અહીં પ્રાથમિક સુવિધાનો બિલકુલ અભાવ છે. નાગરિકો માટે પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી. ટોયલેટના પથ્થરો પણ તૂટેલી હાલતમાં છે. ઉભરાતી ગટરોના કારણે ચારેબાજુ ગંદકી છે. ક્યારે અરજદારો પણ સવાલ કરે છે કે આ તો સેવા સદન છે કે ઢોરવાડો? તેમ સામાજિક કાર્યકર્તા મહાદેવભાઇ ગોહેલે તંત્ર સમક્ષ સવાલો ઉઠાવ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..