મોરબી : બગથળા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો માટે જાહેર નોટીસ ઇસ્યુ કરીને કોરોનાના કહેરથી બચાવ માટે ખાસ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. હાલ પ્રવર્તી રહેલી સ્થિતિને ધ્યાને લઇ બગથળા ગ્રામપંચાયતે ગામ સમસ્ત માટે કેટલાક દિશાનિર્દેશો જારી કર્યા છે. લોકડાઉનની સ્થિતિ જાળવી રાખવા ચાર વ્યક્તિથી વધુ લોકોને જીવન જરૂરી ચીજ-વસ્તુઓની દુકાને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કર્યો છે. ખાસ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાનું સૂચવ્યું છે. ઠંડા પીણા તેમજ પાન ફાકીના ગલ્લા બંધ રાખવાની ખાસ સૂચના આપી છે. સવારે 7થી રાત્રે 9 દરમ્યાન બિલકુલ ઘરમાંથી બહાર ન નીકળવાનું જણાવ્યું છે. આ સુચનની અમલવારી ન કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરાશે. ઘરમાં તેમજ ગામમાં સ્વચ્છતા જાળવવાનો લોકોને સરપંચ હરેશભાઇ કાંજીયા તેમજ તલાટી કમ મંત્રીએ અનુરોધ કર્યો છે.