મોરબી : મોરબી જિલ્લાની તમામ હોટલ, ગેસ્ટ હાઉસમાં રોકાતા મુસાફરોની નોંધ પથિક સોફ્ટવેરમાં કરવાની ફરજિયાત હોવા છતાં મોરબી - વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક આવેલી હોટલ ભૂરાના મેનેજર દ્વારા મુસાફરોની પથિક સોફ્ટવેરમાં નોંધ કરવામાં ન આવતી હોય એસઓજી ટીમ દ્વારા ભૂરા હોટલના મેનેજર નારણભાઇ પરસોત્તમભાઈ સીતાપરા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી હતી.