પાણી પુલથી ઘણું નીચે હોવાથી પુલ પુનઃશરૂ કરાતા ટ્રાફિક હળવો થયોમોરબી : મોરબીમાં મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાવચેતીના પગલારૂપે બંધ કરવામાં આવેલો બેઠો પુલ હવે વાહન વ્યવહાર માટે ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. સવારના સમયે થઈ રહેલો ટ્રાફિક જામ હવે હળવો થઈ ગયો છે અને વાહન વ્યવહાર પૂર્વવત બની ગયો છે.મળતી માહિતી મુજબ, ડેમમાંથી પાણી છોડવાના કારણે બેઠો પુલ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ પાણીનું સ્તર બેઠા પુલને અડે તેમ નહોતું અને પાણી પુલથી 4 ફૂટ નીચે હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી ટ્રાફિક પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી કે પાણી પુલને અડી શકે તેમ નથી, તેથી શહેરમાં ટ્રાફિક હળવો કરવા માટે પુલ ફરીથી ચાલુ કરવો જરૂરી છે. ટ્રાફિક પોલીસની આ વાસ્તવિક પરિસ્થિતિની રજૂઆતને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઠો પુલ વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પુલ શરૂ થતાં જ વાહનચાલકોને મોટી રાહત મળી છે અને ટ્રાફિક હળવો થયો છે.#MorbiUpdate #MorbiNews #Morbi #BethoPul #TrafficUpdate #GujaratNews #NewsUpdate