પાંચ મહિના પહેલા બનાવેલા પુલમાં લોખંડના સળીયા બહાર નિકળી આવ્યા માળીયા : માળીયા તાલુકાના મોટાભેલા અને ચમનપરને જોડતો પુલ પાંચ મહિનામા જ ખખડધજ થઈ ગયો છે. આ પુલને નવો બન્યાને હજી પાંચ મહિના જેટલો સમય થયો છે.ત્યાંજ પુલ પર લોખંડના સળીયા બહાર નિકળી આવ્યા છે. આથી લોકો ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા અને ચમનપર ગામને જોડતો પુલ પાંચ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. આ પુલ પર ખાસ કરીને દ્રિચક્રીય અને નાના વાહનોની અવરજવર રહે છે. આ પુલ પહેલા બેઠા કોઝવે તરીકે વર્ષોથી હતો. જેમાં મોટાભેલા ચમનપર, વવાણીયા, નાનાભેલા જેવા ગામોને ચોમાસા દરમિયાન આ કોઝવે ચાલુ વરસાદે પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. છેલ્લા પાંચ મહિના પહેલા આ કોઝવેને પુલનું નિર્માણ થતાં આ રસ્તાને જોડતા ગામોમાં ખુશી જોવા મળી હતી. પણ આ પુલને નવો બન્યાને હજી પાંચ મહિના જેટલો સમય થયો છે.ત્યારે પુલ પર લોખંડના સળીયા બહાર નિકળી આવ્યા છે અને વચ્ચેના ભાગે રીતસરની તીરાડ પડી જતાં પુલને જોડતા ગામોમાં કામની ગુણવત્તા જોઇને કચવાટ ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.