પોલીસ મથકે સ્વખુશીથી પરત ફર્યાની નોંધ મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે પતિના માનસિક ત્રાસથી કંટાળી ઘર છોડી લાપતા થયેલ પરિણીતા બે વર્ષ બાદ પરત મળી આવ્યા છે. જો કે તેમને અન્યત્ર લગ્ન કરી લીધા હોય સ્વખુશીથી પરત ફર્યા હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના સાદુળકા ગામે રહેતા મનસુખભાઇ બાલુભાઇ ડાભીએ બે વર્ષ પૂર્વે તેમના પત્ની નિમુબેન મનસુખભાઇ ડાભી ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા હોવાની ગુમસુધા નોંધ કરાવી હતી. દરમિયાન ગઈકાલે તા.૧૫/૦૫/૨૦૨૨ના રોજ નિમુબેન મોરબી તાલુકા પોલીસ મથકમાં સ્વખુશીથી પરત આવી ગયા હોવાનું જાહેર કરી તેમના પતિ મનસુખ માનસીક ત્રાસ આપતો હોય જેથી કંટાળીને જતા રહ્યા હોવાનું અને ગઇ તારીખ-૩૦/૦૪/૨૦૨૨ ના રોજ પતિ મનસુખભાઇ બાલુભાઇ ડાભી સાથે છુટાછેડા લઇ સાકરીયા ગામના રહેવાસી રોહીતભાઇ સવધાનભાઇ ઠાકોર સાથે લગ્ન કરી લીધેલ હોવાનું જાહેર કર્યું હતું.