મોરબી: ભારે વરસાદથી જનજીવન તેમજ અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે. ત્યારે મોરબીના તળાવિયા શનાળા ગામે એક કોઝવે પર વરસાદી પાણી વહેતા થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે પ્રવાહને કારણે રસ્તો બંધ થઈ ગયો હોવા છતાં, એક બોલેરો ચાલકે ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તે પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બોલેરો પલ્ટી ગઈ હતી અને તેમાં રહેલા બેરલ પાણીમાં પડી ગયા હતા.