સદનસીબે જાનહાની ટળી વાંકનેર : વાંકાનેર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના ડ્રાઇવર વિષ્ણુ ગોકુલભાઈ રંગીયા જીજે-18-જીબી-1541 નમ્બરની ઈમરજન્સી વાન લઈને જતા હતા. તે દરમિયાન વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર નર્સરી પાસે લુણસર ગામ તરફ જવાની કટ આવેલ છે, તેની નજીક જીજે-3-એઝેડ-6291 નમ્બરના બોલેરો પિકઅપ વાનના ચાલકે આગળ-પાછળ જોયા વિના વાનનો વણાંક વળતા બોલેરો 108ની વાન સાથે ભટકાડી દીધેલ હતી. આથી, ફરીયાદીની 108 એમ્યુલન્સમા નુકશાન થયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.