મોરબી : મોરબી તાલુકાના લખધીરનગર રોડ પર આલ્ફા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા રાહુલભાઈ માનસિંગભાઈ નાયક ઉ.26 ગત તા.11ના રોજ કેનાલમાં પડી ગયા બાદ વ્યાપક શોધખોળ કરવા છતાં તેમની ભાળ મળી ન હતી.બીજીતરફ મોરબીના જોધપર નજીક આવેલ મચ્છુ ડેમમાંથી ગઈકાલે રાહુલભાઈનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.