હળવદ : હળવદ તાલુકાના ટિકર ગામે બ્રાહ્મણી નદીના કાંઠે અંદાજે 35થી 40 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ ટિકર ગામના દીપકભાઈ ગાંડુભાઇ એરવાડિયાને થતા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવાનના શરીર ઉપર કોઈ ઇજાના નિશાન જોવા મળ્યા નથી અને અંદાજે બે કે ત્રણ દિવસ પહેલા યુવાનની મૃત્યુ નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.