મોરબી : મોરબીના મકનસર નજીક નવા હેડક્વાર્ટર નજીકથી અંદાજે 35 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાને વાદળી કલરનુ જીન્સ પેન્ટ તથા વાદળી કલરનો ફુલડાવાળો શર્ટ પહેરેલ છે. હાલ પોલીસે મૃતદેહને કબ્જે લઈ પીએમ માટે ખસેડી અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.