મોરબી : વાંકાનેર તાલુકાના હસનપર રેલવે સ્ટેશન નજીક અંદાજે 25થી 30 વર્ષના અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આ યુવાનના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે.