ફોરેન્સિક પીએમમાં અજાણ્યા યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત થયાનું ખુલ્યું મોરબી : મોરબી તાલુકાના બધુંનગર ગામે માટેલિયા નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તાલુકા પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહનું રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. જેમાં ફોરેન્સિક પીએમમાં અજાણ્યા યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત થયાનું ખુલ્યું હતું. મોરબી તાલુકા પોલીસ મથકના જમાદાર વાલજીભાઈ પરમારે આ બનાવની વિંગતો આપતા જણાવ્યું હતું કે, મોરબી તાલુકાના બધુંનગર ગામે આવેલી માટેલિયા નદીમાંથી આશરે 30 થી 35 વર્ષની ઉંમર ધરાવતા એક અજાણ્યા યુવાનની તરતી લાશ મળી આવી હતી. મૃતકના ડાબા હાથ ઉપર બાબુલાલ તથા નાગનું ચિત્ર તેમજ જમણા હાથ ઉપર રાધે બાબા ત્રોફાવેલ છે. આ બનાવનું કારણ જાણવા પોલીસે અજાણ્યા યુવકની ડેડ બોડીનું રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. જેમાં નદીમાં યુવાનનું કોઈ કારણોસર ડૂબી જવાથી મોત થયું હોવાનું ખુલ્યું હતું. જો કે પોલીસે આ યુવાનનું નદીમાં માછીમારી કરતી વખતે અથવા નહાતી વખતે અકસ્માતે ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન દર્શાવી આ બનાવનું ચોક્કસ કારણ જાણવા અને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે ત્યારે મૃતકની કોઈને ઓળખ મળે તો તેણે તુરત જ વાલજીભાઈ પરમાર મો.નં.- 75740 41041 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું !!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે ? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..