મોરબી : ગઈકાલે તા. 30ના રોજ બેલા સીમમાં બેલા (રંગપર) ગામથી તળાવીયા શનાળા જવાના રસ્તે રોડની બાજુ પરથી આશરે 30 વર્ષની ઉમરના અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. મૃતક શરીરે પાતળા બાંધાનો ઘઉંવર્ણો, ચહેરો લંબગોળ છે. મૃતકે શરીરે વાદળી અને પોપટી રંગના બે શર્ટ અને વાદળી રંગનું લોઅર પેન્ટ પહેરેલ છે. પોલીસને મૃતકના સગા-સંબંધી અંગે માહિતી મળેલ નથી. જેથી, મૃતદેહને મોરબી સરકારી દવાખાનામાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે. જો કોઈને મૃતદેહની ઓળખ થાય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નં. 02822 242592 અથવા મો.નં. 99254 28070 પણ જાણ કરવા અનુરોધ કરાયો છે.