લાશને પી.એમ. માટે હોસ્પીટલે ખસેડાઈ : પીએમ બાદ બનાવનું સાચું કારણ બહાર આવશે હળવદ શહેરમાં આવેલ મોડલ સ્કુલ પાછળ મંગળવારના બપોરના અરસામાં અવાવરૂ જગ્યા પર કોઈ પ્રૌઢની લાશ પડી હોવાથી ત્યાંથી પસાર થતા રાહદારીઓને ધ્યાને આવતા તેઓ દ્વારા બનાવ અંગેની જાણ ૧૦૮ની ટીમને કરાઈ હતી. જેથી ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરાતા પ્રૌઢ મૃત હાલતમાં જણાતા તેઓ દ્વારા હળવદ પોલીસને જાણ કરાઈ હતી. જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજા મેળવી પી.એમ. માટે શહેરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાઈ હતી. જાકે મોતનું કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ શહેરમાં આવેલ મોડલ સ્કુલના પાછળના અવાવરૂ વિસ્તારમાંથી લાશ પડી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ મળી આવેલ લાશ હળવદ ખાતે રહેતા તુલશીભાઈ ડાયાભાઈ સોલંકી (રહે.હળવદ)ની હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા પરિવારજનોને જાણ કરી મૃતકની લાશને પી.એમ. માટે શહેરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી છે.જાકે પ્રૌઢનું મૃત્યુ શા કારણે નિપજયું છે ? તે તો પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે જગ્યા પરથી પ્રૌઢની લાશ મળી આવી ત્યાં જ દેશી દારૂની ખાલી અને ભરેલી કોથળીઓ પણ જાવા મળી હતી.