હળવદ : હળવદના શીરોઇ ગામે રહેતા યુવાને ઘરેથી બ્રાહ્મણી ડેમમા ન્હાવા જવાનુ કહીને નીકળ્યા બાદ તેની ડેમમાંથી લાશ મળી આવી હતી. હાલ હળવદ પોલીસે યુવાનનું અકસ્માતે ડેમમાં ડૂબી જવાથી મોત થયાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદના શીરોઇ ગામે આવેલ કુકાભાઇ જગાભાઇ પંચાસરા વાળાની વાડીએ રહીને ખેતમજૂરી કરતા શાંતીલાલ નાનુરામ ભુરીયા (ઉ.વ.૩૫) નામનો યુવાન ગત તા.૧૧ ના રોજ પોતાની શીરોઇ ગામે વાડીએથી સુંદરગઢ બ્રાહ્મણી ડેમમા ન્હાવા જવાનુ કહી નીકળી ગયો હતો અને પોતાના ઘરે પરત આવેલ નહી. દરમિયાન ગઈકાલે તા.૧૨ ના રોજ સુંદરગઢ બ્રાહ્મણી ડેમમા પુલ પાસે પાણીમા ડુબી જતા મરણ ગયેલ હાલતમાં તેની લાશ મળી આવી હતી. આથી, હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ પો.હેડ.કોન્સ. એ. એમ. ઝાપડીયા ચલાવી રહ્યા છે.